નવી સદીની વાર્તા


લો, આખેઆખા બે દાયકા પૂરા થવા આવ્યા એકવીસમી સદીના અને હજી અમીરખાને ‘મેલા’ ફિલ્મમાં કકળાટેલું ‘દેખો ટૂ થાઉઝન ઝમાના આ ગયા’વાળું બકવાસ ગીત અબ્બીહાલની ઘટના લાગે છે. બર્થસર્ટિફિકેટમાં 2000નો આંકડો છપાવીને એક આખેઆખી, નવીનક્કોર યુવાપેઢી માર્કેટમાં પડી ગઈ છે ને…
…ને, નોટ ટૂ બી ફની, પણ ઘણો મોટો વર્ગ હજી જાણે બે તદ્દન જુદી સદીના, બે તદ્દન જુદાં સંવેદનનાં, બે તદ્દન જુદી જીવનશૈલીના સંક્રમણકાળમાં જ જીવી રહ્યો હોય એવું નથી અનુભવાતું?
આર્ષમિત્રો અહીં એ જ સંવેદનની સ્પષ્ટતા માટે ફાંફાં મારવાના છે.
કેવી રીતે? સિમ્પલ, એવી વાર્તાઓને ચૂંટી-વહેંચીને જે બે સદીઓ વચ્ચેના એ સુક્ષ્મ સંક્રમણને શબ્દોમાં ઝીલવા મથી હોય…