પ્રકાશન

આર્ષનું પ્રથમ પ્રકાશન: સુનીલ મેવાડાનાં ચાર પુસ્તકો, જેમાં છે, એક નંગ નવલકથા, એક નંગ વાર્તાસંગ્રહ, એક નંગ કાવ્યસંગ્રહ અને એક નંગ નિબંધસંગ્રહનો!

અહીંથી ચારેય પુસ્તકો એકસાથે મેળવી શકાશે.

પ્રથમી


ગીતો, છાંદસ કાવ્યો, સોનેટ, લઘુકાવ્ય ને દીર્ઘકાવ્ય તેમ જ અનુવાદો ધરાવતો આ સંગ્રહ જીવંત તસવીરોના મૂક અનુસંધાનને લીધે વિશિષ્ટ છે. આ કવિતાઓ વ્યક્તિના આનંદ અને આક્રંદનું પ્રતિનિધિત્વ કરે છે તો સમયેસમયે અનુભવાતી અસમંજસ અને અસંતોષની વકીલાત પણ કરે છે. પુસ્તકમાં માત્ર પચાસ કાવ્યો છે, જે સંવેદનશીલ હૃદયમાં ઊઠતા મોટાભાગના તમામ ભાવોને અભિવ્યક્ત કરવા મથ્યાં છે.

કથાનક


ત્રણ દાયકા પછી મળતા પિતા-પુત્ર વચ્ચે એક અસ્પષ્ટ અનુબંધ વિકસવા મથે છે ને એ દરમિયાન બાપબેટા વચ્ચે જામે છે પોતપોતાની આત્મકથા લખવાની સ્પર્ધા… આ પૃષ્ઠભૂમિમાં એક નિષ્ફળ લેખક તરીકે પિતાના જીવનની હકીકતો અને પિતાની છત્રછાયા વગર મોટા થયેલા પુત્રના જીવનની છબીઓ એક પછી એક ખૂલતી જાય છે. પિતાપુત્રના જીવનસંઘર્ષનું ને સાહિત્યકારણનું રસપ્રદ શૈલીમાં બયાન અહીં મળી રહે છે તો કથાની બીજી ઉપલબ્ધિ છે, તીવ્ર પ્રેમઆવેગો અને ખાનાબદોશીનું રસાળ વર્ણન!

એકાંતવન


ડાયરીના પાના પર થયેલી મુક્ત અભિવ્યક્તિને કહો અથવા અનાયાસ બંધારણ વગરના ચિત્રાયેલા લખાણોને કહો, ધૂંધળા શબ્દચિત્રોને અહીં બને એટલાં સુઆકાર કરી રજૂ કરાયાં છે. જીવનની વિવિધ ઋતુઓને પ્રામાણિકતાથી ઝીલવા મથતા આ ગદ્યખંડો નિબંધની વ્યાખ્યાના આસપાસ રમ્યા છે. પુસ્તકની વિશિષ્ટતા ગદ્યમાંનું લાલિત્ય અને શબ્દકૌશલ છે.

ઉત્તરજીવી


માત્ર 11 વાર્તાનો આ સંગ્રહ વૈવિધ્યસભર છે. પરંપરાગત ને નવીન, શૈલીપ્રયોગ ને અભિવ્યક્તિપ્રયોગ, કથાકેન્દ્રી ને કથનકેન્દ્રી, એમ એક બીજાથી ઘણી જુદી પડતી વાર્તાઓ આ સંગ્રહની વિશિષ્ટતા છે. યુવાનો સાથેની જીવંત ચર્ચાઓ દ્વારા નિષ્કર્ષ મેળવી તૈયાર કરવામાં આવેલી અતિ દીર્ઘ વાર્તા ‘ઉત્તરજીવી’, પરંપરા ને પ્રયોગ બંનેને ત્યજી દઈ, લોકોએ જણાવેલી વાતોને એકસૂત્રમાં સીધી રજૂ કરવાનો પ્રયાસ છે, એટલે એ સૌથી જુદી પડે છે.

એમેઝોન પરથી સુનીલ મેવાડાનાં પુસ્તકો મેળવો

પુસ્તકોનો ઓર્ડર વોટ્સઍપ દ્વારા આપવા માટે whattsapp મેસેજ કરોઃ

અરિહંત બુક્સઃ +91 87349 82324

આપણા પ્રિય લેખકો આ પુસ્તકો વિષે શું કહે છે ?

  • પીળા રંગની વેદનાનાં વન – વીનેશ અંતાણી
    પત્રકારત્વ સાથે જોડાયેલા સુનીલ મેવાડા પોતાના એકાન્તના ગાઢ વનમાં બેસીને જાત, જગત અને વિશ્વને જાણવાનો પ્રયત્ન કરે છે. એમને બહારના વિશ્વની સંકુલતાને સમજવી છે, પરંતુ અંગતતાના ભોગે નહીં. તે કારણે ‘એકાન્તવન’ના નિબંધ જાણે અંગત ડાયરીનાં પાનાં પર લખાયા છે. નિબંધની રૂઢ પરિભાષાની સરહદને પાર કરતાં આ નિબંધકણો આપોઅપ સરી પડે છે. સુનીલ એની કલમ દ્વારા ...
    ... વાંચો ...
  • એક વિશિષ્ઠ નવલકથાકારનો પ્રવેશ – કિરીટ દૂધાત
    સુનીલ મેવાડા જાણીતા પત્રકાર છે. મિત્રો સાથે મુંબઈમાં ઘણો સમય શાળાઓનાં શિક્ષણમાંથી ગુજરાતી ભાષા ન ભુલાય તે માટે જુદી જુદી શાળાઓમાં રૂબરૂ જઈને સતત મથ્યા છે. મિત્રો સાથે ‘આર્ષ’ નામના ઈ-મેગેઝિનનું અગાઉથી નક્કી કરીને ફક્ત બાર અંક સુધી સંપાદન કરીને બંધ કરી દીધું છે. હવે એ પોતાની પ્રથમ નવલકથા લઈને આવે છે ત્યારે વાચકને ...
    ... વાંચો ...
  • તાજગી અને નાવિન્યસભર વાર્તાઓ – સંજય પંડ્યા
    ટૂંકી વાર્તાનું સ્વરૂપ વાર્તાકારની સર્જકતાને ચકાસે એવું હોય છે. નાના ફલકમાં એક-બે(કે ક્યારેક ત્રણ) ઘટનાની આસપાસ વાર્તાનું શિલ્પ ઘડાતું જાય. બહુ મુખર થયા વગર પાત્રો વાચકની આંખ સામે ઉઘડતાં રહે. આધુનિક વાર્તાકારે જે લખ્યું છે એના કરતાં જે નથી લખ્યું એ વાચકના મનઃચક્ષુ સમક્ષ ખુલતું રહે. નવી શૈલી, ભાષા પાસેથી આગવું કામ લેવાની વાર્તાકારની સજ્જતા ...
    ... વાંચો ...
  • પુરાતન કવિઓના પ્રખર પ્રભાવને લીધે અલગ પડતો આજનો કવિ – હિમાંશુ પ્રેમ
    ‘કાવ્યપદારથ પીધું પટપટ…’ ‘વળગણ થયું દિશાનું ને મારગ છૂટી ગયો.’ એકલતાના સાત કિનારે કોઈ નથીના મારગ પર ક્યાંય નથીનું જીવન લઈને ક્યાંય નહીં જવાનો મુસલસલ વિચાર કવિના મનમાં ચાલે છે. જ્યારે જીવતરની ડાળી પકડે છે ત્યારે કવિની નસનસને વાણી ફૂટે છે. સુનીલ ગુજરાતી કવિતાની કેડી પર ચાલતી વખતે વ્યક્તિગત વેદનાને વાચા આપે છે. એક તરફ પુરાતન યુગના ...
    ... વાંચો ...
  • સામાજિક સરોકારના તેજસ્વી શબ્દો – સંદીપ ભાટિયા
    વાર્તાસંગ્રહ ‘ઉત્તરજીવી’માં સાવ નજીક આવી પહોંચેલા એક બહુ જ સારા વાર્તાકારનો પગરવ સંભળાય છે. સુનીલે પોતાની વાર્તાઓમાંથી આંગળીને વેઢે ગણી શકાય એટલી જ વાર્તાઓ સંગ્રહ માટે પસંદ કરી ને એમાં અલગ અલગ શૈલીમાં લખાયેલી વાર્તાઓનું વૈવિધ્ય જાળવવાનો ઉપક્રમ રાખ્યો છે. પ્રયોગશીલ અભિગમથી પ્રેરાઇને લખાયેલી ‘હું વિનીત નથી’ કે ‘એક નિષ્ફળ વાર્તાની વાર્તા’ કૃતિઓથી લઇને ...
    ... વાંચો ...
  • વાંચવા જેવું કથાનક – ધ્રુવ ભટ્ટ
    લાંબે સુધી સંવાદોથી ચાલતી આ કથા આગળ જતા મનુષ્યજીવનના વિવિધ આયામોને કલાત્મકરૂપે રજૂ કરે છે. કોઈ પણ પ્રવૃત્તિના કેન્દ્રમાં અંતે તો મનુષ્ય અને મનુષ્યજીવન જ હોય છે તેવું છાતી ઠોકીને કહેતું આ કથાનક સૌએ વાંચવા જેવું છે.
    ... વાંચો ...
  • વારંવાર વાંચવી ગમે એવી કવિતાઓ – હેમંત કારિયા
    યુવાનોમાં આજે ગઝલનું ખૂબ ઘેલું છે અને એટલે જ ગઝલ લખવી એ ફેશન પણ છે. એવા વાતાવરણમાં યુવાપ્રતિભા સુનીલ મેવાડા એક કાવ્યસંગ્રહ લઈને આવે છે જેમાં એક પણ ગઝલ નથી. એવું નથી કે એમને ગઝલલેખનનું જ્ઞાન નથી પણ એમણે એમના હૃદયની વાત સાંભળીને, ગઝલો તરફ ન વળતા, જેમાં શબ્દોની રમત ન હોય પણ હૃદયના ભાવોનો ...
    ... વાંચો ...
  • કશાક બહેતરની મથામણો – નંદિની ત્રિવેદી
    સુનીલ મેવાડાને આઠેક વર્ષથી જાણું છું. થોડું-ઘણું ઓળખી પણ શકી છું સાહિત્યના આ જીવને. સુનીલે એનાં પુસ્તકોના ડ્રાફ્ટ મૂલવવા માટે મને મોકલી આપ્યાં પરંતુ એ પુસ્તકો વિશે થોડું અને એના પુસ્તકપ્રેમ વિશે ઝાઝું લખીશ. સુનીલનાં એક સાથે ચાર પુસ્તકો-નવલકથા, નિબંધ, વાર્તાસંગ્રહ અને કાવ્યસંગ્રહ-પ્રગટ થઈ રહ્યાં છે એ બદલ સૌપ્રથમ તો અભિનંદન. નાની વયમાં સાહિત્યના આ ...
    ... વાંચો ...
  • આશાવંત સર્જકને આવકાર – કનુ સૂચક
    સુનીલ! મને ગમતું વ્યક્તિત્વ. તેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રથમી’ પ્રગટ થઇ રહ્યો છે તેનો મને ખૂબ આનંદ છે. વ્યક્ત થવું એ સ્વાભાવિક છે, જ્યારે તે કવિકર્મના નામથી થાય ત્યારે સર્જકના મનોજગતમાં લાગણી, કરુણા, અનુકંપા, વ્હાલ, વલોપાત, આશા, નિરાશા, જીવન, મૃત્યુ, ઊર્મીઓ, સંવેદનો વિગેરેનો પારાવાર શબ્દસ્વરૂપે આલેખાય છે. સુનીલ આ સંગ્રહની શરૂઆત ‘નરસિંહવંદના’થી કરે છે અને અત્યંત સરળ ...
    ... વાંચો ...
  • કાઝી દુબલે ક્યોં ? -આર્ષમિત્રો
    વર્ષ 2013, સાહિત્ય અકાદમીના ૪૩મા અધિવેશનમાં, આણંદમાં અમે મળેલા ને સાહિત્ય-સાહિત્યકારોની ચર્ચા કરતા મોડે સુધી જાગેલા. સુનીલે ત્યારે સંભળાવેલી કવિતા આજે પુસ્તકરૂપે આવીને વિમોચનમંચ સુધી પહોચી ગઈ છે. ‘એક સરકારી શનિવાર’ નામની હિન્દી વાર્તાથી સુનીલની વાર્તાઓ વાંચવાની શરુઆત કરેલી. (પુસ્તકમાં એ વાર્તાનું ગુજરાતી રૂપાંતર છે.) ત્યાર બાદ વાર્તાઓ વિશે ચર્ચા વધતી ગઈ. અલબત્ત, મને સુનીલની ...
    ... વાંચો ...

 

પુસ્તકોનો ઓર્ડર આપવા અહીં વિગતો નોંધાવો.