આર્ષ સામયિક

 

આર્ષના નામે… મે-૨૦૧૭થી એપ્રિલ-૨૦૧૮ના દરમિયાન અમે કશાક માટે મથ્યાં હતાં. એ મથામણો આ લિંક પરથી જોઈ-જાણી-વખોડી-માણી શકાશે.


જૂના અંકો વાંચવા અહીં ક્લિક કરો


અહીં પ્રસ્તુત છે એ મથામણોનો વિરામ પછીનો વિસ્તાર…

  • જન્મજન્માંતર-રાધેશ્યામ શર્મા
    મૃત્યુનું રહસ્ય પૂછતાં એક વાર ગુરુજી મારા બોલ્યા તત્કાળ: એ જન્મમાં હું એક ખ્યાતનામ ગણિતજ્ઞ હતો. મારી આંગળીઓ પરના બાર વેઢા ઘસાઈ જવા આવ્યા હતા. વેઢાની રેખાઓ ઝાંખી પડતી ગઈ તેમ મારી આંખમાં રહેલા બે દીવા તેજ થવા લાગ્યા. હું સતેજ અને સતર્ક બનતો ચાલ્યો. અને એ સતર્કતામાં માલૂમ પડ્યું કે મારી અંદર કોઈ અજ્ઞાત ...
    ... વાંચો ...
  • [નવી સદીની વાર્તા] આ બધું – ધીરેન્દ્ર મહેતા
    રાજેશનું મૂળ નામ તો રામજી હતું, આઠમી ચોપડીમાં પડ્યો ત્યાં સુધી, પણ પછી એણે જ એ બદલીને રામજીનું રાજેશ કર્યું. શાથી? તો કહે કે રામજી જૂનું છે, એ ન શોભે! એની મા લખમીને થયું, આવું રૂડું ભગવાનનું નામ, એ હવે જૂનું પડ્યું ! ભગવાનના નામમાં તે વળી જૂનું ને નવું, એવું કૈં હોતું હશે? ભગવાન કે ...
    ... વાંચો ...
  • …કે પૂંછડીએ દોડાદોડી રે લોલ – સુરેશ દલાલ
    હું સાત પૂંછડિયો ઉંદર છું. રવિવારથી શનિ સુધીની મને પૂંછડીઓ ઊગે છે અને નથી ઊગતી તોય હું એને કપાવી નાખું છું અને કપાવી નાખતો નથી, મારી પૂંછડીએ પૂંછડીએ ઘડિયાળના કાંટા ને બસમાં આંટા ને ટ્રેનના પાટા કે પૂંછડીએ દોડાદોડી રે લોલ ! મારી પૂંછડીએ પૂંછડીએ ફોનના વાયર ને કારનાં ટાયર, હું કામમાં રિટાયર કે પૂંછડીએ પડાપડી રે ...
    ... વાંચો ...
  • [અનુવાદ] વગેરે – કુસુમાગ્રજ
    (અનુ. જયા મહેતા) કોઈ વાર તારા માટે મનને ભરી દે વાદળ પીતો ચાંદલ નાતો ઝાકળમાં જે રહે ઘર બાંધી પણ તે નહીં ………….પ્રેમ વગેરે તારા શરીરે કદીક પેટતી લાલ કિરમજી હજાર જ્યોતિ તેમાં મળવા પતંગ થાઉં પણ તે નહીં ………….કામ વગેરે કોઈ વાર શિવાલય ઓઢીને તું સામે આવે શમી જાય હેતુ મનમાં કેવળ પણ હું નહીં ………….ભક્ત વગેરે રંગીન આવા ધુમ્મસ ધરવા સાર્થ શબ્દ આ બીજા નિરર્થક તેની પારનો એક જરા શો દિસ સારો ………….ફક્ત વગેરે. ***
    ... વાંચો ...
  • [અનુવાદ] એક મૂરખ – ફ્રેડરિક નિત્શે
    શું તમે કદી એ મૂરખ વિશે નથી સાંભળ્યું? જે પ્રભાતના ઊજળા પહોરમાં પણ ફાનસ સળગાવીને ઊભી બજારે રાડો નાખતો ફરે છે કે ‘હું ઈશ્વરને શોધી રહ્યો છું… હું ઈશ્વરને શોધી રહ્યો છું…’ બજારમાં તો ઈશ્વરમાં ન માનનારા લોકો પણ હોય, જેમના માટે તો આ મૂરખ મશ્કરીનું માધ્યમ જાણે! એક પૂછે: ‘કેમ? તારો ઈશ્વર ખોવાઈ ગયો ...
    ... વાંચો ...

શબ્દશોખીનો, આ વેબઘરનો ખૂણેખૂણો તમે ફરી ચૂક્યા હશો તો અહીં પથરાતા અજવાળાના સ્વાદનો ખયાલ પણ તમને આવી ગયો હશે. જો તમે પણ એવા શબ્દદીવડાઓ પ્રગટાવી અમને મોકલી શકતા હો જે આપણા આ આર્ષઘરના ખૂણાઓને આલોકિત કરી શકે, તો આ રહી બાખોલ- aarsh.magazine@gmail.com