આર્ષ સામયિક

 

આર્ષના નામે… મે-૨૦૧૭થી એપ્રિલ-૨૦૧૮ના દરમિયાન અમે કશાક માટે મથ્યાં હતાં. એ મથામણો આ લિંક પરથી જોઈ-જાણી-વખોડી-માણી શકાશે.


જૂના અંકો વાંચવા અહીં ક્લિક કરો


અહીં પ્રસ્તુત છે એ મથામણોનો વિરામ પછીનો વિસ્તાર…

  • ગૃહ’ યુદ્ધ – નીરજ કંસારા
    આખા દિવસના ભણતરથી કંટાળેલા ચિન્ટુને હવે ઘરે આવીને લેશન કરવાનો કંટાળો આવતો હતો. પરંતુ મમ્મી સામે તેની એક પણ દલીલ ન ચાલી. અંતે તેણે બળવો પોકાર્યો અને પોતાના હાથમાં રહેલાં પુસ્તકો હવામાં ઉડાડી દીધાં. ધોળા કબૂતરની માફક ચોપડાઓ ઉડ્યાં. ચિન્ટુનો આ વિદ્રોહ રોજનો હતો. બાલીશ વિરોધપક્ષ જેવું તેનું મન ક્યારેય પણ એક સમાધાનથી સંતુષ્ટ હતું ...
    ... વાંચો ...
  • [બાળજગત] ખુશી
    પહાડો વચ્ચે ઘેરાયેલું એક નાનકડું ગામ હતું. એમાં બહાદુર અને ટોમી નામના કુતરો અને માણસ રહેતા હતા. અરે! એક મિનિટ માણસનું નામ ટોમી અને કુતરાનું નામ બહાદુર છે, હો! ઊંધું ન સમજતા. એ બંને રોજ મળસ્કે માછલી પકડવા જતા. મળસ્કે કોઈ જાતનો અવાજ ન હોય, વાતાવરણ શાંત હોય એટલે માછલી જલ્દી પકડાઈ જાય. આજે પણ એ ...
    ... વાંચો ...
  • [બાળજગત] કેકડાભાઈનો ટાપુ
    ઘણે દૂરદૂર એક ટાપુ પર નાનકડી ટેકરી હતી. એકદમ દરિયાની લગોલગ ! સોનેરી સરસ મજા રેતીથી બનેલી એ ટેકરી પર રહે એક લાલચટક કેકડાભાઈ. નાનાનાના ધારદાર ચાકુ જેવા આઠ-આઠ પગ, બે મોટી વીંટી જેવી આંખો અને થોડું ઘૂઘરા જેવું લંબગોળ ને થોડું સમોસા જેવું ત્રિકોણઆકાર એમનું શરીર. કેકડાભાઈને તો જમીનમાં પૂરાઈ રહેવાનું કામ. કીડામકોડા ખાવાના ...
    ... વાંચો ...
  • [બાળજગત] મહાબંદર
    જંગલ એક સુંદર, વિશાળ, લીલેરું, એમાં રહેતાં પ્રાણીઓ અનેક રે અનેક રે અનેક રે સૌથી સુંદર જોકે કોણ હોય બીજું? સાવ ટબુકડા કપિરાજ એક રે એક રે એક રે બેઠા રહે તૂટેલી ડાળી ઉપર એ, ફાંક્યાં કરે ચોંટેલાં જંતુને જંતુને જંતુને નાખ્યા કરે આસપાસ, દૂરસુદૂર નજર, જોયા કરે એકએક વસ્તુને વસ્તુને વસ્તુને એવામાં ધબાંગ કરી થયો ધડાકો ! પડ્યો ...
    ... વાંચો ...
  • [બાળજગત] ટીંગરટોપી / સમીરા પત્રાવાલા
    (આ કાવ્યકથાનું વસ્તુ ‘કેટ ઈન ધ હેટ’ પરથી લેવાયું છે.) * હું ને રંજન બારી પાસે બેસી વાતો કરતાં’તાં, ‘ગરમી આવી, ગરમી આવી’ એવી આહો ભરતાં’તાં કેમ કરીને જાવું રમવા, ઉનાળાના તાપમાં? ઈસ્ત્રી જેવો લાગે તડકો, ઘરમાં રહેવું બાફમાં. મમ્મી ગ્યાં છે નાના ઘરે, પપ્પા ગ્યા છે ઓફિસ, ચાલને ભાઈ કાંઈ ગમ્મત કરીએ, ક્યાં સુધી આમ બેસીશ? ભાઈને ગમતું ક્રિકેટ રમવું, મને તો ...
    ... વાંચો ...

શબ્દશોખીનો, આ વેબઘરનો ખૂણેખૂણો તમે ફરી ચૂક્યા હશો તો અહીં પથરાતા અજવાળાના સ્વાદનો ખયાલ પણ તમને આવી ગયો હશે. જો તમે પણ એવા શબ્દદીવડાઓ પ્રગટાવી અમને મોકલી શકતા હો જે આપણા આ આર્ષઘરના ખૂણાઓને આલોકિત કરી શકે, તો આ રહી બાખોલ- aarsh.magazine@gmail.com