માસ્તરડો ને માસ્તરડો - નટવરલાલ પ્ર. બુચ

બીજી બધી છોકરીઓની જેમ દુર્ગા પણ નાની હતી ત્યારે, ભાવિ જીવનનાં સપનાં સેવતી. ક્યારેક પોતાને મિલમાલિક પતિ મળે તેમ ઈચ્છતી, તો ક્યારેક વળી તેનાથી નીચે ઊતરી પોતાનો પતિ કોઈ ઉચ્ચ સરકારી અમલદાર હોય તેમ પણ ઈચ્છતી; પણ એથી નીચલી કક્ષાના પતિનો તો વિચાર જ ન કરતી. અને, વિચાર આવતો તો તેને, રખડુ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢીએ તેમ, મનમાંથી હાંકી કાઢતી. તેવા ઊંચા મોંભાના પતિને લાયક કન્યા બનવા માટે તે બી.એ. થવા સુધીનાં સ્વપ્ન પણ સેવતી. પોતાને હીરામોતીનાં ઘરેણાં, નાઈલોનની સાડી અને પ્લાસ્ટિકના પ્લેટફોર્મ ચંપલ પહેરીને પોતાના શેઠ કે અમલદાર પતિ સાથે મોટરમાં કે સિનેમાઘરમાં અંગ્રેજીમાં વાતો કરતી કલ્પી તે રાચી ઊઠતી, ને ક્યારેક એકાંતમાં નાચી પણ ઊઠતી.Read more


ચીસ - પન્નાલાલ પટેલ

રડી રડીને થાકેલું છોકરું, એક ઝોકું ઊંઘનું ને બીજું ઝોકું રડવાનું, એમ કરતાં કરતાં ઊંઘ તરફ ઢળતું જાય એ રીતે આ ધમાલિયું શહેર મધરાત પછી શાંત પડતું જતું હતું.Read more


પ્રેમ વિના - સોપાન

"પ્રેમ વિના લગ્ન કરવા કરતાં આપઘાત કરીને મરી જવું સારું."

તે દિવસે સુચીતાએ એના ભાઈ પાસે આ શબ્દો ખુમારીપૂર્વક ઉચ્ચાર્યા હતા. સુચિતા એમ માનતી હતી કે એના ભાઈ કરતાં પોતે વધુ બુદ્ધિશાળી અને વધુ તેજસ્વી હતી. માતાપિતાની માન્યતા કંઈક એવા જ પ્રકારની હતી. કૃપાલ બુદ્ધિશાળી કે તેજસ્વી હોય કે ન હોય પણ જેને 'સમજ' કહેવામાં આવે છે તેની તો એનામાં જરીયે ઊણપ નહોતી. બેનના ખુમારીભર્યાં વચન સાંભળીને એણે ધીમેથી કહ્યું હતું :Read more


આભલાંનો ટુકડો - જયંતી દલાલ

રમણની નોકરી છૂટી, અને પરાનું નાનકડું છતાં સુઘડ અને સુંદર રહેઠાણ છોડીને પોળમાં સસ્તા ભાડાનું મકાન શોધવાનો વારો આવ્યો, ત્યારે રમણની ઘણીયે ના છતાં દક્ષાએ, બે દાદરા ચડીને પાણી ભરવું પડે એવું હોવા છતાંય, ત્રીજા માળની બે ઓરડી જ પસંદ કરી. રમણને લાગ્યું કે દક્ષા નાહકનો મહિને ત્રણ રૂપિયાનો લોભ કરી રહી છે. આ આખો દહાડો ડોલેડોલે કરીને પાણી ચડાવી ચડાવીને માંદી પડશે ત્યારે એવા ત્રણ રૂપિયા સો ગણા થઈને દાક્તરના ખિસ્સામાં જશે, એટલે એણે દક્ષાને સમજાવવાનો યત્ન કર્યો:Read more