આર્ષ સામયિક : જૂના અંકો
આર્ષ સામયિકના ૧૨ અંકોની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરીને અથવા છૂટક લેખ ઓનલાઈન વાંચી શકાશે.
જૂના અંકો વોટસઅપ પર મેળવવા માટે મેસેજ કરો – 9409389862
અથવા
જૂના અંકો : ડેસ્કટોપ પર વાંચવા માટે
જૂના અંકો : મોબાઈલ પર વાંચવા માટે
આર્ષમાં પ્રકાશિત સાહિત્ય ઓનલાઈન વાંચવા માટે …
- એક વિશિષ્ઠ નવલકથાકારનો પ્રવેશ – કિરીટ દૂધાતસુનીલ મેવાડા જાણીતા પત્રકાર છે. મિત્રો સાથે મુંબઈમાં ઘણો સમય શાળાઓનાં શિક્ષણમાંથી ગુજરાતી ભાષા ન ભુલાય તે માટે જુદી જુદી શાળાઓમાં રૂબરૂ જઈને સતત મથ્યા છે. મિત્રો સાથે ‘આર્ષ’ નામના ઈ-મેગેઝિનનું અગાઉથી નક્કી કરીને ફક્ત બાર અંક સુધી સંપાદન કરીને બંધ કરી દીધું છે. હવે એ પોતાની પ્રથમ નવલકથા લઈને આવે છે ત્યારે વાચકને ...... વાંચો ...
- શોધ – ઉમાશંકર જોશીપુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં. પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા, તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં; પુષ્પો મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો. ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચ્હેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે? કવિતા, આત્માની માતૃભાષા; મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો; સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ? જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ. કયારેક ...... વાંચો ...
- પ્રવાસી – રવીન્દ્રનાથ (અનુવાદ ઝવેરચંદ મેઘાણી)જગમાંઈ ઠામોઠામ ધામ મારું છે, એ ધામને ઢૂંઢણ પાટકું છું. દેશે દેશ વિષે મારો દેશ છે, એ દેશ ખોળવાને ભોમ પાટકું છું નાખું આંખ હું જે કોઈ દ્વાર વિષે, એના અંદર મારું મુકામ દીસે, એની માંઈ પ્રવેશવા બાર જડે નહિ, બાર ક્યાં છે? વારોવાર પૂછું; મારું વા’લસોયું વસ્યું ઘેર ઘેરે, એને ઓળખવા અહીં ભટકું છું. મારાં નેન સામે હરિયાળી ધરા પડી ...... વાંચો ...
- ચાર કાવ્યો – જયન્ત પાઠક૧. આ અગાશી; આપણાં હરદ્વાર, કાશી આ તાડ માથે ચાંદની ટોપી ઘણી નાની પડે છે! ને તેથી તો પડતો હસી આ પીપળો -જો પાન એનાં ફડફડે છે! એક માળો બાંધીએ આકાશમાં; ચંદ્રકિરણોની સળી લો ચાંચમાં. આ રાત કેવી ! તારી તેજલ આંખ જેવી ! આકાશમાં ઊડીએ બની પંખી; તો તો વીંછુડો જાય ને ડંખી ! સપ્તર્ષિઓ નમી જો પડ્યા, જાણે નદીના નીરમાં તરવા પડ્યા ! ચાલો જશું ઊંઘી રાતરાણી આ ...... વાંચો ...
- બે પત્રકાવ્યો – દલપતરામ અને શિવ પંડ્યાસ્વસ્તિ શ્રી શુભ સ્થાન સોહામણું જ્યાંહે રાજે સદા રઘુનાથ; કાગળ લખે કામની. લખે લંકા થકી સીતા સુંદરી, હેતે વંદે જોડી હાથ. પત્ર આવ્યો તમારો પ્રીતિભર્યો, વહાલા વાંચી થયો વિશરામ; પણ જીવન તમથી જુદાં પડે, ઘણા દિવસ થયા ઘનશામ માટે મળવાને મન અકળાય છે, ઘડીએક તે જુગ જેવી જાય; મારાં નેણનાં નીરથી નાથજી, સૂતાં રજનીમાં સેજ ભીંજાય. ઘેર ચાલો હવે તો ઘણી થઈ, ...... વાંચો ...
- ત્રણ કાવ્યો – ર. વ. દેસાઈ1. માનવ માનવ કહું? કે વિચિત્રતાનું અદભુત સંગ્રહસ્થાન? સર્જન કરનારે, શું સર્જ્યું વહાણ વિણ સુકાન? એક આંખમાં અશ્રુ વહેતાં, અન્ય આંખમાં હાસ, પ્રાણીને પગ ચાર, માનવી બે પગ કેરો દાસ. એ માનવને હૈયે ઊછળે, બુદ્ધિ કેરો તોર, બુદ્ધિબળમાં ઊપજે ડાકુ, જલ્લાદો, વળી ચોર. ચાર દિવસની ચાંદની માંહે, રાસ રમત ગુલતાન, કાળ કરાળની ઝાળ પ્રજાળે, તો’યે મન અભિમાન. ભાઈ ભાઈને લૂંટી લેતો, સ્ત્રી દેહે નહિ ...... વાંચો ...
- સંગમ- બાલમુકુન્દ દવેસખી આપણો તે કેવો સહજ સંગમ ! ઊડતાં ઊડતાં વડલાડાળે – આવી મળે જેમ કોઈ વિહંગમ, એમ મળ્યાં ઉર બે અણજાણ: વાર ન લાગી વહાલને જાગતાં, જુગજુગની જાણે પૂરવપિછાણ. પાંખને ગૂંથી પાંખમાં ભેળી, રાગની પ્યાલી રાગમાં રેડી આપણે ગીતની બંસરી છેડી રોજ પ્રભાતે ઊડતાં આઘાં, સાંજરે વીણી વળતાં પાછાં,- તરણાં, પીછાં, રેશમી ધાગા; શોધી ઘટાળી ઊંચેરી ડાળો, મશરૂથીયે સાવ સુંવાળો, આપણે જતને રચિયો માળો. એકમેકમાં જેમ ગૂંથાઈ વડલાથી વડવાઈ, રૂપાળી તેજ-અંધારની રચતી ...... વાંચો ...
- ઘર – હરિન્દ્ર દવેઆ રોજ સવારે આંગણથી આરંભાતો ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતોઃ આ મારગ ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્કે છળી બેઉને રહે કાળ પોતે વહેતો. હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું, એ કેવા છલકાતા હેતે સામો ધસતો, આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ, આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો. આ પાલખ પર ઘૂ ઘૂ કરતા બે પારેવાં મુજ ...... વાંચો ...
- બે કાવ્યો – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ તારું નામ સ્નેહરશ્મિ, -તારનું નામ સ્નેહરશ્મિ પણ વાત પડી છે વસમી, તારી વાત પડી છે વસમી તારી વાતો છે મધુરી, સ્નેહી, વાતો છે મધુરી, પણ યાદદાસ્ત અધૂરી, રશ્મિ, યાદદાસ્ત અધૂરી તને ખીલ પડ્યા’તા મોટા, સ્નેહી, ખીલ પડ્યા’તા મોટા તોય કરતો દોટંદોટા, રશ્મિ, કરતો દોટંદોટા તારાં ચશ્માં કાળાં કાળાં, સ્નેહી, ચશ્માં કાળાં કાળાં જાણે બંધ બારણે તાળાં, ...... વાંચો ...
- આત્મ પરિચય – જ્યોતીન્દ્ર દવે(અનુષ્ટુપ) ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’ તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે; જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે ! જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને. તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા; જાણું – ના જાણું હું તોયે મથું ‘જાત જણાવવા.’ જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ શૂદ્ર છું : કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી ! શૈશવે ...... વાંચો ...