આર્ષ સામયિક : જૂના અંકો
આર્ષ સામયિકના ૧૨ અંકોની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરીને અથવા છૂટક લેખ ઓનલાઈન વાંચી શકાશે.
જૂના અંકો વોટસઅપ પર મેળવવા માટે મેસેજ કરો – 9409389862
અથવા
જૂના અંકો : ડેસ્કટોપ પર વાંચવા માટે
જૂના અંકો : મોબાઈલ પર વાંચવા માટે
આર્ષમાં પ્રકાશિત સાહિત્ય ઓનલાઈન વાંચવા માટે …
- બે કાવ્યો – પૂજાલાલ1. સ્નેહ આ સંસારે સ્નેહ નામથી તને જગત-જન જાણે, સાચી લક્ષ્મી લોક સકલની તું છે પ્રાણે-પ્રાણે: પરમ પ્રેમનું તું છે સુકિરણ આ પૃથ્વી પર આવ્યું, પવિત્રતાના પ્રસાદ પાવન માલિન્યોમાં લાવ્યું: દુનિયાનું તું દિવ્ય રસાયન સંતાપો સહુ હરતું, દુઃખોના દાવાનલ પર તું વર્ષા બની વરસતું: મીઠા સ્વાદો છે હ્યાં મોઘા, છે સસ્તી કડવાશો, તું છે એવો પાશ અલૌકિક જે કાપે સહુ પાશો: ભવ-રણમાં તું રક્ષણ ...... વાંચો ...
- ભેદના પ્રશ્ન – ન્હાનાલાલમ્હેં તો કુંકુમે લીંપ્યું મ્હારું આંગણું રે લોલ; કોઈ ભેદું આવો તો ભેદને ભણું રે લોલ. મ્હારી આંખે અદ્રશ્ય આંસુડાં વહે રે લોલ; વિધિ જોઈ જોઈને કાં હસી રહે રે લોલ? આવો શાસ્ત્રી ! સદબોધો મ્હારી આંખડી રે લોલ; પ્રાણ વારી પૂજીશ પદચાખડી રે લોલ. મહાગિરિને ગહ્વર ધોધ ઊછળે રે લોલ; ત્હેના અકળિત નીરઘોર કો કળે રે લોલ? ત્હોય ધોધ કેરે ધમક જગત ...... વાંચો ...
- છાતીએ છૂંદણાં – સુન્દરમછાતીએ છૂંદણાં છૂંદાવાં બેઠી, ભરબજારની વચ્ચે, હો હૈયું ખોલી છૂંદાવવા બેઠી, ભરબજારની વચ્ચે, હો કૌતુક આયે કારમું લોકો, તાકી તાકી ભાળે, હો આંખ માંડી, આંખ મારી લોકો, તાકી તાકી ભાળે, હો “વાહ રે ખરી, શોખની રાણી !” ભાતભાતીનું બોલે, હો “છાતીએ છાપ છપાવવા બેઠી !” ભાતભાતીનું બોલે, હો માથે લાંબો ઘૂંઘટો ખેંચી છૂંદણાં જાય છૂંદાવ્યે, હો છેડલો ખોલી છાતી પરનો છૂંદણાં જાય ...... વાંચો ...
- ગુજરીની ગોદડી – ઉમાશંકર જોશીરોજ રાતે ખાવાપીવાનું પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણો સાફ કરી નાખતા અને પછી ઓરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા મંડી જતા. રાંધતી વખતે એવી ગણતરીની જરૂર રહેતી નહિ, કારણ કે આ સદીમાં પણ અમારી તપેલી અક્ષયપાત્ર હોવાનો દાવો કરી શકતી. ત્રણ ભાઈઓને માટે રાતે એટલી ખીચડી બસ થતી. હું તો નવો ...... વાંચો ...
- વરપ્રાપ્તિ – સુરેશ જોષીહું ઓરડામાં દાખલ થયો ત્યારે એ પશ્ચિમ તરફની બારી પાસેની ટિપોય પરની ફૂલદાનીમાં, ઘૂંટણિયે બેસીને, મૅગ્નોલિયાનાં ફૂલો ગોઠવતી હતી. મારા આવ્યાની એને ખબર તો પડી જ હશે, પણ એ એણે મને જાણવા દીધું નહિ. મૅગ્નોલિયાની પાંખડીઓ વચ્ચે સંતાઈ જતી અને પ્રગટ થતી એની આંગળીઓને હું જોઈ રહ્યો. નમતી સાંજની વેળાએ ઓરડામાં પડતા વસ્તુઓના પડછાયા વચ્ચે ...... વાંચો ...
- ત્રણ પત્રો – હોરાસિયો ક્યૂરોગા (અનુવાદ: સતીશ વ્યાસ)મહોદય શ્રી, હું આપને કેટલાક પેરેગ્રાફ્સ મોકલાવું છું. અને આશા રાખું છું કે તમે તમારા નામથી છપાવવાની મહેરબાની કરશો. આ વિનંતી હું એટલા માટે કરું છું કે મને કહેવામાં આવ્યું છે કે જો હું મારા નામથી મોકલાવીશ તો કોઈ અખબાર પ્રગટ નહીં કરે. મારા વિચારોને પુરુષે લખ્યા હોય એવું લગાડવા માટે જો જરૂર લાગે તો તમે ...... વાંચો ...
- માનવતા – ર. વ. દેસાઈસનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ. બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી હતી. કૉલેજમાં તેમની કાવ્યપ્રવૃત્તિ તેમને સઘળા વિદ્યાર્થીઓના આશ્ચર્યનું રૂપ આપી રહી હતી. અને કૉલેજ બહાર નીકળતાં સાહિત્યસૃષ્ટિએ આ ઊગતા ...... વાંચો ...
- સૂરજ ઊગશે – કુન્દનિકા કાપડિયારખડતાં રઝળતાં હું છેવટ કુલૂની ખીણમાં જઈ પહોંચી હતી, જેને લોકો દેવોની ખીણ કહે છે. ત્યાની ધરતી સુંદર છે અને ચારે તરફથી બરફછાયા ઊંચા પહાડો તેને સ્નેહની દ્રષ્ટિથી નિહાળી રહે છે. બીજો કોઈ સમય હોત તો હું ત્યાનું સૌન્દર્ય માણી શકી હોત, અને કદાચ એનો થોડો અંશ મારી અંદર ભરી શકી હોત. પણ અત્યારે મારી ...... વાંચો ...
- વરસાદ – રમણ પાઠક ‘વાચસ્પતિ’કમોસમના પ્રેમની જેમ કમોસમનો વરસાદ પણ વ્યર્થ અને અકળાવનારી વસ્તુ છે. વળી પ્રેમ અને વરસાદ ગમે ત્યારે આવી પડે છે એમાં ભાગ્યે જ આપણું કશું ચાલે છે. આજ સાંજે, શિયાળાની ગમગીન ઠંડી સાંજે જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે મને યાદ છે ત્યાં સુધી આકાશ અર્થ વગરની જિંદગી જેવું ખુલ્લું અને સફાચટ હતું. કદાચ ક્ષિતિજ પર વાદળાં ઘેરાતાં પણ હોય, પણ ...... વાંચો ...
- રાતે વાત – હીરાલાલ ફોફલીઆ‘મોટીબેન સાસરે ગઈ.’ બધા કહે છે, ‘તું પલાશને ઘેર હતો ને ત્યારે.’ ‘મને બોલાવવો’તો ને?’ મેં બાને કહ્યું, ‘કહેત, કેવી જુઠ્ઠી!’ બા રોજ કે’તી, ‘તું મોટી થઈ. સાસરે જવું પડશે.’ એ અંગુઠો બતાવતી. કહેતી, ‘જાય મારી બલા!’ અને સાચેસાચ સાસરે ગઈ ! ખોટાબોલી ! ભલે ગઈ. મારા વગર કેમ ગમશે? બે દી’માં દોડી ન આવે તો હું એનો ભઈલો નહિ. એવી પજવીશ… એ…વી પજવીશ… થોડા દિવસ ગયા. મેં બાને કીધું, ‘મારી બેન પાસે જવું ...... વાંચો ...