આર્ષ સામયિક : જૂના અંકો
આર્ષ સામયિકના ૧૨ અંકોની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરીને અથવા છૂટક લેખ ઓનલાઈન વાંચી શકાશે.
જૂના અંકો વોટસઅપ પર મેળવવા માટે મેસેજ કરો – 9409389862
અથવા
જૂના અંકો : ડેસ્કટોપ પર વાંચવા માટે
જૂના અંકો : મોબાઈલ પર વાંચવા માટે
આર્ષમાં પ્રકાશિત સાહિત્ય ઓનલાઈન વાંચવા માટે …
- એક નાનુંએવું પુસ્તક માણસને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે? – મિતુલ ત્રિવેદીસાહિત્ય ! બીજા અનેક શુભ-પરિણામો ઉપરાંત સાહિત્ય આપણને માણસની પણ ઓળખ કરવામાં મદદ કરે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે અમુક સારા માણસને ખરાબ માની લેતા હોઈએ છીએ, કે વિપરીત પરિસ્થિતિમાં આપણે ખરાબ માણસને સારા માની લેતા હોઈએ છીએ. સતત સંસર્ગને કારણે માણસોની નાનામાં નાની વાતો અને તેનાં લક્ષણો નોંધવાની આવડત મારામાં ...... વાંચો ...
- સમાન સાહિત્યરસની પ્રેમતંતૂ બને ત્યારે?મુલાકાતઃ સંજય પંડ્યા-પ્રતિમા પંડ્યા * હા ત્યારે, શરૂઆત? સંજય પંડ્યા: પપ્પા(વિઠ્ઠલ પંડ્યા) ફિલ્મક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે એક સાથે કાર્યરત, એટલે ઘરમાં અખબાર-સામયિકો પણ એટલાંબધાં આવે કે એક સાથે બાર-પંદર ધારાવાહિકો અને નવલકથાઓ વાંચતી રહે. લગભગ ૧૦ વર્ષની ઉંમર સુધીમાં અઢળક વાંચી લીધેલું અને ત્યારે એ બધું ખૂબ જ સહજ લાગતું. સ્કૂલમાં લોકો મને પપ્પાના સાહિત્યકર્મને લીધે વિશેષ માન ...... વાંચો ...
- વરસાદી જીન – સમીરા પત્રાવાલાબોરીવલીથી છૂટેલી ટ્રેન જ્યારે ભાવનગર ટર્મિનસ પર અટકી, ત્યાં જ મન વિસામાની વડવાઈઓ પર ઝૂલવા લાગ્યું. દાયકા પછી વતનનો વરસાદ માણવાનો અવસર પ્રક્ટ્યો. આમ તો આખા ભાવેણામાં વરસાદ પ્રમાણમાં ઓછો પડે, એટલે ચોમાસામાં ત્યાંની માટી સોળ વરસની કાચી કન્યાની જેમ મહેંકી ઊઠે. પલળેલી મેંદી, બોગનવેલ અને ગુલમોહર, ભીંજાયેલા રસ્તાના રંગીન મિજાજને ઓર રંગીન બનાવી દે… હવામાં ...... વાંચો ...
- આજની ઘેલછા આવતી કાલની પીડા બની રહેવાનીઅંગ્રેજી માધ્યમની પર્વતકાય માર્કેટિંગ અને માતૃભાષાના માધ્યમની પદ્ધતિસર અવગણનાને લીધે માતૃભાષા જૂનવાણીઓનો આગ્રહ તથા અંગ્રેજી આધુનિકોની ફેશન બની ગઈ છે, જે બેનો સંઘર્ષ કશું પરિણામ લાવી શકે એમ નથી. અંગ્રેજી ભાષા અને માધ્યમને આધુનિકતા સાથે એ રીતે જોડી દેવામાં આવ્યા છે કે એનો વિરોધ કરનારા કે માતૃભાષા માધ્યમની તરફેણ કરનારાને પળનો વિચાર કર્યા વગર જૂનવાણી ઠેરવી ...... વાંચો ...
- ઘાટીને ખુલ્લો પત્ર – જ્યોતિન્દ્ર દવેખુલ્લા પત્ર લખવાની કળા દિવસે દિવસે વિકાસ પામતી જાય છે. દૈનિકપત્રમાં લગભગ હંમેશ કોઈ ને કોઈ પ્રકારનો ખુલ્લો પત્ર પ્રગટ થાય છે. વાઈસરૉયથી માંડીને વનિતાવિશ્રામના વ્યવસ્થાપક સુધી સર્વેને ખુલ્લા પત્રો લખવામાં આવે છે. કેટલાક લેખકોને તો જેને તેને પત્રો લખવાની ટેવ જ પડી ગઈ છે. દર બીજે દિવસે તેઓ કોઈને કોઈના ઉપર ખુલ્લો પત્ર લખે ...... વાંચો ...
- ગાંધીસંદેશ અને માતૃભાષાની શાળાઓની અવગણનાઆપણા મહાનગરમાં ‘મહાત્મા’ કે મોહનદાસ કરમચંદ ગાંધીના નામના કેટલાય માર્ગો હશે; કેટલીય સંસ્થાઓ ને શાળાઓ પણ એ નામે કાર્યરત હોવા છતાં પણ એમના પગલે ચાલનારા, એમના સંદેશાને આત્મસાત કરીને સમાજઘડતરમાં કાર્યરત હોય એવા લોકો-સંસ્થાઓ કેટલા? આખા વિશ્વને અહિંસાનો ને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતાને આપણે માત્ર અંજલિઓ ને અર્પણો પૂરતા જ યાદ કરીએ ...... વાંચો ...
- જીવન-સંવેદન-વ્યવસાયમાં સમતુલા આણનાર પરિબળ – ડૉ. સૌરભ મહેતાસાહિત્ય ! આમ તો આ શબ્દનો પરિચય શાળાના પાઠ્યક્રમનાં વાર્તા-કવિતાને લીધે, પણ એ જ ‘સાહિત્ય’ કહેવાય એવી સમજ તો ત્યારે ક્યાંથી હોય? શાળામાં એ ઓળખ ફક્ત વાંચનના શોખ તરીકે હતી, પણ તેની સાથે પરિણય તો થયો કોલેજથી. કોલેજનાં વરસો દરમિયાન સમજ મળી કે બાળપણથી વાંચેલાં પુસ્તકો એટલે સાહિત્યનો જ ભાગ, એમાં બાળવાર્તાથી લઇ અધ્યાત્મનું વાંચન ...... વાંચો ...
- ગુજરાતી શાળાઓના વિકાસમાં પાયારૂપ બની શકે એવી યોજનાઓઅગાઉ ગુજરાતી માધ્યમ, માતૃભાષામાં શિક્ષણ અને શિક્ષણના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા થઈ છે. આ વખતે જાણીએ કે કેવી કેવી યોજનાઓથી શક્ય છે ગુજરાતી શાળાઓનો સંપૂર્ણ વિકાસ. અનેક ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થયું છે કે માતૃભાષાની શાળાઓ પણ જુદી જુદી પ્રવૃત્તિ, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને થોડા માર્કેટિંગના સહારે ફરી પાછી ધમધમતી થઈ શકે છે, પણ પ્રશ્ન છે આપણી ...... વાંચો ...
- જાણવા અને પારખવા વચ્ચેથી પસાર થઈ જતી કવિતા – સુનીલ મેવાડાક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર. કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ; ………………………………….નહીં રે અંતર મારું જાણતું; કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ; કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ: …………………………………નહીં રે અંતર મારું જાણતું; વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ, તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ...... વાંચો ...
- સાહિત્ય-જીવન-સમાજ વિશે વિનોબા ભાવેસાહિત્યનો અર્થ જ છે, સહિત અથવા સાથે જનારું. જે સાહિત્ય અમુકની સાથે જ જતું હોય, સહુની સાથે ન જતું હોય, તે એટલું સંકુચિત બને છે. જેના માટે સહુના દિલમાં પ્રીતિ ન જન્મતી હોય, તે ‘સાહિત્ય’ નથી, ‘રાહિત્ય’ છે – તે સર્વ જનની પ્રીતિથી રહિત છે. સાહિત્ય સર્વ જનોને બદલે વિશિષ્ટ જનો માટેનું જ થઈ ગયું, ...... વાંચો ...