આર્ષ સામયિક : જૂના અંકો
આર્ષ સામયિકના ૧૨ અંકોની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરીને અથવા છૂટક લેખ ઓનલાઈન વાંચી શકાશે.
જૂના અંકો વોટસઅપ પર મેળવવા માટે મેસેજ કરો – 9409389862
અથવા
જૂના અંકો : ડેસ્કટોપ પર વાંચવા માટે
જૂના અંકો : મોબાઈલ પર વાંચવા માટે
આર્ષમાં પ્રકાશિત સાહિત્ય ઓનલાઈન વાંચવા માટે …
- માસ્તરડો ને માસ્તરડો – નટવરલાલ પ્ર. બુચબીજી બધી છોકરીઓની જેમ દુર્ગા પણ નાની હતી ત્યારે, ભાવિ જીવનનાં સપનાં સેવતી. ક્યારેક પોતાને મિલમાલિક પતિ મળે તેમ ઈચ્છતી, તો ક્યારેક વળી તેનાથી નીચે ઊતરી પોતાનો પતિ કોઈ ઉચ્ચ સરકારી અમલદાર હોય તેમ પણ ઈચ્છતી; પણ એથી નીચલી કક્ષાના પતિનો તો વિચાર જ ન કરતી. અને, વિચાર આવતો તો તેને, રખડુ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢીએ તેમ, મનમાંથી હાંકી કાઢતી. તેવા ઊંચા મોંભાના પતિને ...... વાંચો ...
- ચીસ – પન્નાલાલ પટેલરડી રડીને થાકેલું છોકરું, એક ઝોકું ઊંઘનું ને બીજું ઝોકું રડવાનું, એમ કરતાં કરતાં ઊંઘ તરફ ઢળતું જાય એ રીતે આ ધમાલિયું શહેર મધરાત પછી શાંત પડતું જતું હતું. એક તો ઉનાળો, શહેરનો ગીચ લત્તો ને એમાં વળી પવનને કોઈએ બાંધી દીધો! એટલો બધો ઉકળાટ હતો કે ઉંદરો પણ દરમાંથી બહાર નીકળી આવ્યા, પછી માણસોનું તો પૂછવું જ શું? કોઈ ઓટલે તો ...... વાંચો ...
- પ્રેમ વિના – સોપાન“પ્રેમ વિના લગ્ન કરવા કરતાં આપઘાત કરીને મરી જવું સારું.” તે દિવસે સુચીતાએ એના ભાઈ પાસે આ શબ્દો ખુમારીપૂર્વક ઉચ્ચાર્યા હતા. સુચિતા એમ માનતી હતી કે એના ભાઈ કરતાં પોતે વધુ બુદ્ધિશાળી અને વધુ તેજસ્વી હતી. માતાપિતાની માન્યતા કંઈક એવા જ પ્રકારની હતી. કૃપાલ બુદ્ધિશાળી કે તેજસ્વી હોય કે ન હોય પણ જેને ‘સમજ’ કહેવામાં આવે છે તેની તો એનામાં જરીયે ...... વાંચો ...
- આભલાંનો ટુકડો – જયંતી દલાલરમણની નોકરી છૂટી, અને પરાનું નાનકડું છતાં સુઘડ અને સુંદર રહેઠાણ છોડીને પોળમાં સસ્તા ભાડાનું મકાન શોધવાનો વારો આવ્યો, ત્યારે રમણની ઘણીયે ના છતાં દક્ષાએ, બે દાદરા ચડીને પાણી ભરવું પડે એવું હોવા છતાંય, ત્રીજા માળની બે ઓરડી જ પસંદ કરી. રમણને લાગ્યું કે દક્ષા નાહકનો મહિને ત્રણ રૂપિયાનો લોભ કરી રહી છે. આ આખો દહાડો ડોલેડોલે કરીને પાણી ચડાવી ચડાવીને ...... વાંચો ...