આર્ષ સામયિક : જૂના અંકો
આર્ષ સામયિકના ૧૨ અંકોની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરીને અથવા છૂટક લેખ ઓનલાઈન વાંચી શકાશે.
જૂના અંકો વોટસઅપ પર મેળવવા માટે મેસેજ કરો – 9409389862
અથવા
જૂના અંકો : ડેસ્કટોપ પર વાંચવા માટે
જૂના અંકો : મોબાઈલ પર વાંચવા માટે
આર્ષમાં પ્રકાશિત સાહિત્ય ઓનલાઈન વાંચવા માટે …
- કવિતામાં કવિતા સિવાયનું બીજુંબધું… – સુનીલ મેવાડાદાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી હું તો વાણીડાને હાટે હાલી ચૂંદડી મુલવવા હાલી ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો વણઝારી… હું તો સોનીડાને હાટે હાલી ઝુમણા મુલવવા હાલી ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો બેઠી એવી હું ઊઠી ઝૂલણ લ્યો ...... વાંચો ...
- સાહિત્યમાં જીવનઃ કિરીટ દૂધાત* જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ તમારા મતે-તમારા અનુભવે, શું છે? * સાહિત્યને વ્યાપક અર્થમાં લઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાહિત્ય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે હાજર હોય છે જ. જેનું પદ્ધતિસરનું શાળાકીય શિક્ષણ નથી થયું એવી વ્યક્તિ લોકગીત ગાય કે આપણા અભણ દાદીમા વાતચીતમાં કહેવતોનો અને રૂઢિપ્રયોગોનો ધાણીફૂટ ઉપયોગ કરે તો તેમાં એમની ચેતનાનો કોઈ ...... વાંચો ...
- માતૃભાષા વગર સંસ્કૃતિરક્ષાની અફવા !આપણે જોઈ રહ્યા છીએ કે ચારે તરફ સામાજિક, ધાર્મિક, રાજકીય (અને હવે તો જ્ઞાતિગત) સંગઠનોની મોટાપાયે હોહા મચી છે. આ બધાં સંગઠનો સંસ્કૃતિના-દેશના હિતરક્ષક હોવાનો, લોકહિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં ભૌતિક રીતે કાર્યરત પણ રહે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ બધાં સંગઠનો માત્ર પોતપોતાની વિચારધારા અને માન્યતાઓના ...... વાંચો ...
- મોટા વર્ગનું નાનું વલણ આખા સમાજ માટે નુકસાનદાયી…મોટા વર્ગને જોઈને સમાજનો મધ્ય ને નીચલો વર્ગ પોતાનો આદર્શ નક્કી કરે છે, શું એ વર્ગ માતૃભાષા વિશે પોતાની ભૂમિકા બહોળી ન કરી શકે? રોજના વ્યવહારી જીવનને ઉન્નતભ્રૂ જીવનશૈલીના ભાગરૂપે અંગ્રેજીમઢ્યું રાખી ઉન્નતભ્રૂ હોવાનો દંભ ઘણા લોકો પાળે છે. એ જ વલણ વાલીઓમાં અંગ્રેજીનું ઘેલું લગાવે છે અને પોતાનાં બાળકને અંગ્રેજીમય કરી દેવાના એકમાત્ર ઉપાય તરીકે ...... વાંચો ...
- જીવન અને સાહિત્ય: ધરતી હશે તો બીજ ઊગશેને… – વર્ષા અડાલજાજેવી રીતે ધરતીમાં ઊંડેઊંડે પડેલા બીજને ખાતરપાણી મળતાં મોટું વૃક્ષ ઊગે છે, એ જ રીતે જીવન-સમાજમાંથી સાહિત્યકારને બીજરૂપ વાર્તા મળે છે. સાહિત્યનો જીવન સાથે સંબંધ અવિભાજ્યપણે જોડાયેલો છે. જીવનથી વિમુખ સાહિત્ય હોઈ ન શકે. મેં પોતે તો આ અનુભવ્યું છે. સમાજના અંધારિયા ખૂણામાં મારા સર્જન દ્વારા હું એક નાનો દીવો પેટાવી શકું, એ તરફ સમાજનું ધ્યાન ...... વાંચો ...
- રસિક અને શૈલાની વાર્તા – બકુલ ત્રિપાઠીરસિકે શૈલાને પૂછ્યું, “તારાં બા-બાપજી ના પાડે તોપણ તું મારી સાથે લગ્ન કરે ખરી?” શૈલાએ કહ્યું કે, “મારી ના નથી, હમણાં આ વાત કોઈને કરતો નહીં.” સ્વાભાવિક છે કે રસિકે એના ખાસ મિત્ર મહેશને કહ્યું કે શૈલાનાં બા-બાપુજી મનાઈ કરશે તોપણ શૈલા તો મારી જોડે પરણશે જ. મહેશે પૂછ્યું, “શી ખાતરી?” ત્યારે રસિકે કહ્યું ખુદ શૈલાએ મને ...... વાંચો ...
- જીવન, મૃત્યુ અને વેળાસ ! – તુમુલ બુચવેળાસ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી એક એવી જગ્યા છે જે (+મોબાઈલ) નેટવર્કના અભાવે બાકીના વિશ્વથી અલિપ્ત રહેવા પામી છે. શહેરની રોજિંદી જિંદગીમાં એક પછી બીજા પછી ત્રીજા પછી ત્રણસોમાં ને ત્રણ કરોડમાં એમ નિરંતર ચાલ્યાં જ કરતા કામના સમુદ્રમાં ગળાડૂબ હોઉં ને (-એવામાં)ત્યારે ક્યારેક વેળાસનો કિનારો દેખાઈ જાય અને ત્યાં જવાનું મન થઇ જાય, પણ દર ...... વાંચો ...
- પીળા રંગની વેદનાનાં વન – વીનેશ અંતાણીપત્રકારત્વ સાથે જોડાયેલા સુનીલ મેવાડા પોતાના એકાન્તના ગાઢ વનમાં બેસીને જાત, જગત અને વિશ્વને જાણવાનો પ્રયત્ન કરે છે. એમને બહારના વિશ્વની સંકુલતાને સમજવી છે, પરંતુ અંગતતાના ભોગે નહીં. તે કારણે ‘એકાન્તવન’ના નિબંધ જાણે અંગત ડાયરીનાં પાનાં પર લખાયા છે. નિબંધની રૂઢ પરિભાષાની સરહદને પાર કરતાં આ નિબંધકણો આપોઅપ સરી પડે છે. સુનીલ એની કલમ દ્વારા ...... વાંચો ...
- શિક્ષણમાં સાહિત્યકારોની કોઈ જ ફરજ નથી?આપણે એવું માનવાની ભૂલ ન કરવી જોઈએ કે સાહિત્ય એ એક જુદું ક્ષેત્ર છે ને શિક્ષણ એ જુદું… હા, વ્યવસાય તરીકે એ બે ભિન્ન છે, પરંતુ સમાજઘડતરના મહત્વના અંગ તરીકે સાહિત્ય ને શિક્ષણ એકબીજાના પૂરક હોય એટલા લગોલગ જોડાયેલા છે. સંસ્કૃતિની જાળવણીમાં આજે સૌથી મોટી સત્તા સરકાર-વ્યવસ્થા-સંસ્થાઓ નિષ્ફળ નીવડી રહ્યાં છે તો આ સત્યને અવગણીને ...... વાંચો ...
- એક પંક્તિનું કાવ્ય, શા માટે?મને ઘૂઘવતા, જળે ખડકનું, પ્રભુ મૌન દો – સુરેશ દલાલ એક પંક્તિનાં કાવ્યો આપણે ત્યાં છે, સારાં પણ છે. જોકે રહસ્ય એ છે કે સમર્થ કવિઓ એકાદી અદભૂત પંક્તિને તો ગમે તે કાવ્યમાં ગોઠવી દઈ શકે, છતાં એને કેમ સ્વતંત્ર પંક્તિકાવ્ય તરીકે જ રહેવા દે? પૃથ્વી છંદ, સત્તર અક્ષર, બે મરોડદાર યતિ ને આ એક જ પંક્તિ વાંચી આપણે કદાચ ...... વાંચો ...