આર્ષ સામયિક : જૂના અંકો
આર્ષ સામયિકના ૧૨ અંકોની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરીને અથવા છૂટક લેખ ઓનલાઈન વાંચી શકાશે.
જૂના અંકો વોટસઅપ પર મેળવવા માટે મેસેજ કરો – 9409389862
અથવા
જૂના અંકો : ડેસ્કટોપ પર વાંચવા માટે
જૂના અંકો : મોબાઈલ પર વાંચવા માટે
આર્ષમાં પ્રકાશિત સાહિત્ય ઓનલાઈન વાંચવા માટે …
- સાહિત્યમાં જીવનઃ પ્રસ્તુતતા ખરી, પણ વ્યાપકતા ક્યાં અને કેટલી? – ધ્રુવ ભટ્ટઆ તબક્કે પણ મને પાક્કો ખ્યાલ નથી આવતો કે જીવન અને સાહિત્ય વચ્ચેનો સંબંધ ચોક્કસપણે શો છે? કેવો છે? અને કેટલો છે? પહેલાં હું વાંચતો ત્યારે મને જે થતું તે પરથી હું એવું માનતો કે સાહિત્યની લોકોના જીવન પર અને સામાજિક પરિસ્થિતિ પર ઘણી અસર થાય છે, પણ પછી હું લખવા માંડ્યો તો બહુ નિરાશ ...... વાંચો ...
- અહીંતહીંથી તફડાવેલું…
- આર્ષના પત્રવિશેષાંક માટે પત્ર – સંદીપ ભાટિયાપ્રિય સુનીલ, ‘આર્ષ’ના પત્ર વિશેષાંક માટે કશુંક મોકલવા તેં કહ્યું, તે ક્ષણે જ વરસોનાં પડળ ખસી ગયાં અને સ્મૃતિની સંદૂકમાં મૂકાઇ ગયેલું અને પત્રવ્યવહારના ભાગ રૂપે લખાયેલું એક ગીત યાદ આવ્યું. આ ગીત મારા અંગત ખજાના શંખલાં, છીપલાં, લખોટી, ચાકના ટુકડાનો એક હિસ્સો છે. જાહેર મંચ પરથી આ ક્યારેય રજૂ કર્યું નથી, પણ તને અને ‘આર્ષ’મિત્રોને ...... વાંચો ...
- ઉમાંશકર જોશી – વિનોદ ભટ્ટશેક્સપિયરે ભલે કહ્યું કે ‘વ્હૉટ ઈઝ ધેર ઈન એ નેઈમ?’ પણ નામમાં ઘણું બધું છે અને ઉમાશંકરેય આ વાત ઘણી વહેલી જાણેલી. તેમનું મૂળ નામ તો ઉમિયાશંકર. ખુદ એમને જ લાગ્યું કે ઉમિયાશંકર નામ સાથે લખાયેલાં કાવ્યો નહિ જામે, એટલે ઉમાશંકર રાખ્યું. નામ જેવી તકલીફ તેમના ઉપનામમાં પણ પડી છે. તેમણે ઘણા લેખો ‘વાસુકિ” ઉપનામથી ...... વાંચો ...
- ઉમાશંકરઃ ગીત ગોતનાર, ગોતી આપનાર કવિ… – સુનીલ મેવાડાચૂંટે તો… ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે. એક મારું વેણ તને, મૂકજે અંબોડલે. હું તો નાનું ફૂલડું, ખીલ્યું અણમૂલડું, હીંચું હીંચું ને હસું ડોલતે રે ડોડલે. ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે. વાયુરાજ પૂછતો, આંખ મારી લૂછતો, મુજને ફાવે ન એને વીજફાળ ઘોડલે. એક મને ભાવે આ હીંચવું રે ડોડલે. આજ તારી આંખમાં, ફૂલ દીઠાં લાખ શાં! હોડે હૈયું તે ...... વાંચો ...
- હા, ચૂંથીચવાયેલી માતૃભાષામાં શિક્ષણની વાત જ ફરી કરવી છે.કદાચ આ તમે એકલાખમી વાર વાંચતા હશો ને હજારટકાના વિશ્વાસ સાથે મનોમન માનતા હશો છતાં ફરી કહેવું છે કે માતૃભાષા એટલે એ ભાષા, જે ભાષા ગર્ભમાંથી જ સાંભળતાં સાંભળતાં બાળક વિકાસ પામે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણે અભિમન્યુને ગર્ભમાં જ યુદ્ધના કોઠાઓ શીખવ્યા હતા એ જાણીતી વાત છે. શ્રી શુકદેવજીનો પણ એવો જ દાખલો છે. માના ...... વાંચો ...
- પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા… – ઉમાશંકર જોશી‘પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા…’- વીસેક વરસની વયે આ ચિત્રે સંવિદનો કબજો લીધો. ત્યાં સુધીની મથામણોનો ખ્યાલ કરું છું ત્યારે થાય છે કે ઓછા વિદ્યાપોષણ ઉપર હું ઊછર્યો હતો. સાહિત્યનાં પુસ્તકો મારે રસ્તે આવ્યાં નહીં. ઈડરની અંગ્રેજી શાળામાં આગળ ભણવા ગયો. ત્યાં હેડમાસ્તરના ટેબલ પર પડેલું એન. એમ. ત્રિપાઠી કં.નું પુસ્તકોનું સૂચિપત્ર, એમાં કવિતાનાં અને ...... વાંચો ...
- કેળવણી? એ વળી શું?આજે આપણે બધા હૈયાવરાળ કાઢતા હોઈએ છીએ કે જુઓ તો આપણો સમાજ કેવો થઈ ગયો છે? બધે પૈસાની બોલબાલા છે, સંસ્કાર નામની કોઈ ચીજ જ નથી રહી; માન, સન્માન, લજ્જા, શરમ શેનીય કોઈને પરવા નથી. ખોટાં કાર્યો, જૂઠ્ઠું બોલવું, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બળાત્કાર, આ બધું વધતું જ જાય છે. છાપાંઓ ભરી ભરીને આ જ ...... વાંચો ...
- જીવન-સાહિત્યના સંગમની સાર્થકતા? – નંદિની ત્રિવેદીઆપણે સાહિત્યમાં જીવન વિશેની વાતો કરી રહ્યા છીએ તો એના સંદર્ભમાં જ વાત કરીશ. પપ્પા સાહિત્યકાર(કવિ જયંત પંડ્યા) અને મમ્મી શિક્ષક. બંને ગુજરાતી ને અંગ્રેજી વિષય ભણાવે, આથી આનાયાસે જ ભાષા માટેની જાગ્રતિ નાનપણથી આવી. બાળપણમાં પપ્પા લંડન ગયેલા, ત્યાંથી ત્યાંના કવિઓની કવિતાઓ રેકોર્ડ કરીને મોકલે, ત્યારે અંગ્રેજી તો ખાસ ન આવડે, છતાં સાથે ગુજરાતી ...... વાંચો ...
- શિક્ષણઅધિકારની જેમ માતૃભાષામાં શિક્ષણનો અધિકાર પણ જરૂરીસરકારે RTEનો કાયદો લાવીને દરેકેદરેક બાળકને ભણવાનો અધિકાર આપ્યો છે. એવી જ રીતે, દરેકેદરેક બાળકને તેની માતૃભાષા શીખવાનો અને માતૃભાષાના જ માધ્યમ દ્વારા ભણવાનો અધિકાર છે એ વાતની ગંભીરતા સ્વીકારવાનો સમય પાકી ગયો છે. આજે શિક્ષકદિન નિમિત્તે એ વાત સમાજ સામે ફરી સ્પષ્ટતાથી મૂકવી જરૂરી છે કે માતૃભાષાના માધ્યમથી શિક્ષણ એ માત્ર ભાષાપ્રેમીઓનો આગ્રહ નહીં, ...... વાંચો ...